Thanks for visit..... સુવિચાર :- "તમે ન બોલો તમારા કામને બોલવા દો." મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.....

મંગળવાર, 29 મે, 2012

ભારતનું નવીનીકરણ અને વિજ્ઞાન – ડૉ. સામ પિત્રોડા

પ્રિય મિત્રો,

અમેરિકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ભારતના વડાપ્રધાનના – પબ્લિક ઈન્ફર્મેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશન ક્ષેત્રના સલાહકાર, ભારતને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે વિશ્વના નકશામાં મૂકનાર અને સૌરાષ્ટ્રના પનોતા પુત્ર ડૉ. સત્યનારાયણ પિત્રોડા એટલે કે ડૉ. સામ પિત્રોડાનું અસ્મિતાપર્વ-15 ખાતે અપાયેલું આ અદ્દભુત વક્તવ્ય અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બની શકે તેમ છે - રીડ ગુજરાતી
પૂ. મોરારિબાપુ, વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ પહેલથી માફી માંગી લઉં છું કે લાંબુ ગુજરાતી બોલતા ફાવશે નહીં. એટલે થોડુંક ઈંગ્લિશ બોલવું પડશે. દુઃખની વાત તો છે પણ 50 વર્ષથી સાયન્સ અને ટેકનોલોજીમાં મગજ ચાલતું હોય એટલે વિચારો હવે ઈંગ્લિશમાં આવે છે. તેથી મારે જો ગુજરાતી બોલવું હોય તો પહેલા વાક્ય ઈંગ્લિશમાં બનાવવું પડે અને પછી એનું ગુજરાતી ટ્રાન્સ્લેશન કરવું પડે ! એ પછી શબ્દો બહાર નીકળતાં થોડી તકલીફ પડે છે. ગુજરાતી ભાષા ઘરમાં પણ બોલવાની ટેવ નથી. જ્યારે મારા બા જીવતા હતા ત્યારે એમની સાથે થોડી ઘણી વાત થતી. ટૂંકમાં, આટલી છૂટ આપવી પડશે !
હું બાપુનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ તક આપી. બે-ત્રણ વર્ષથી આ વાત ચાલે છે કે મારે આવવું જોઈએ અને મારે આવવું છે પણ જ્યારે નકશો જોયો ત્યારે ખબર પડી કે અમદાવાદથી ડ્રાઈવિંગ કરવાના છ કલાક થાય છે. એટલે પછી આખો પ્રોગ્રામ એકદમ બદલાઈ ગયો કારણ કે દિલ્લીમાં મારે એવરેજ રોજની 15 મિટિંગ્સ હોય. સવારના 7વાગ્યે શરૂ થાય અને રાતે 12 વાગ્યે કામ પૂરું થાય. એટલે એક દિવસ લેવો એ ઘણી વખત મોંઘો પડી જાય છે પણ I am happy કે આજે હું અહીંયા છું અને ક્રેડિટ જાય છે રૂપલને, જ્યોત્સનાબહેનને અને જયદેવને કારણ કે મારો સંબંધએ પરિવાર સાથે બહુ જ જૂનો છે.
હું જન્મેલો ઓરિસ્સામાં. મારા બાપુજી જન્મેલા ટિકરમાં (સુરેન્દ્રનગર). જ્યારે બાપુજીએ જોયું કે ઓરિસ્સામાં વધારે ભણાશે નહીં ત્યારે એ લોકો નક્કી કર્યું કે અમને વિદ્યાનગર ભણવા મોકલી આપે. હું નવ વર્ષનો હતો ત્યારે જ્યોત્સનાબેનના ફાધર સુમનભાઈ એક શિક્ષક તરીકે ત્યાં હતાં. He was the best of the best teacher I have ever met…. Gandhiyan, absolute loving and caring. He has had great impact on myself, my brother and the whole family. So I am here because of the roots that he gave us. હું પહેલી વખત મહુવા આવું છું. મહુવા વિશે સાંભળ્યું ઘણું છે. કદી અહીં આવવાનો મોકો મળ્યો નથી. આટલું ફર્સ્ટકલાસ સેટિંગ છે. It is really very pleasant. તો આ રીતે ભાવનગર અને મહુવા આવવાનો લાભ મળ્યો છે. મનમાં થતું હતું કે હું શું બોલું ? અહીં આવા ગ્રુપમાં જ્યાં ભક્તિની વાતો થતી હોય ત્યાં મને શું આવડે ? ખૂબ વિચાર્યું પછી એવું નક્કી કર્યું કે ‘Religion of Science’ ઉપર કંઈક વાર્તાલાપ કરીએ. હું નથી રિલિજીયનમાં એકસ્પર્ટ કે નથી સાયન્સમાં એક્સપર્ટ. Believe me ! સાયન્ટીસ્ટ કોને કહેવાય કે જે પચાસ વર્ષ સુધી શોધ કરતાં હોય…. એવું મેં કંઈ કર્યું નથી. હું જસ્ટ એક એન્જિનિયર છું. Its luck that I would have been at the right place at right time and I have benefited from it. So I will talk little bit about religion of science. Not as an expert, but someone who has traveled little bit.
અમારા ઘરમાં નાનપણથી જાણે એકદમ બરાબર વિભાગ હતા કે ધર્મ બા સાચવે અને કર્મ બાપુજી સાચવે. મારા ફેમેલીમાં પણ ધર્મ વાઈફ સાચવે છે અને કર્મ હું સાચવું છું. તેથી હું ઘણીવખત અમેરિકન મિત્રોને કહું છું કે : Religion we have out sourced ! એટલે વાઈફ અને મધર – બંને જણાં એવું સરસ કામ કરે છે કે અમારે રિલિજીયનમાં ઈન્ટરફિયર કરવાની કોઈ જરૂર પડતી નથી. તમને નવાઈ લાગશે પણ હું કોઈ દિવસ ટેમ્પલમાં નથી ગયો કે નથી ગયો કોઈ દિવસ પૂજામાં… કારણ કે એ બધું આઉટસોર્સ કરી દીધું છે ! મારા વાઈફ ઘરમાં રોજ બે કલાક પૂજા કરે છે. ન તો હું કોઈ દિવસ એમની સાથે રિલિજીયનની વાતો કરું છું; ન તો એ કોઈ દિવસ મારી સાથે સાયન્સની વાતો કરે છે ! પરણ્યાને 47 વર્ષ થયા. એ પોતે નાગર બ્રાહ્મણ છે અને હું છું સુથાર. અમે કોલેજમાં મળ્યા. યુવાન હતા. પ્રેમ થયો અને એટલે મોટો પ્રોબ્લેમ ઊભો થયો કે આ ફાલતુ સુથારનો છોકરો અને આ ગોરી નાગરની છોકરી, કેમ મેળ ખાશે ? પરણ્યા, અમેરિકા ગયા, સંસાર ચાલુ કર્યો. પરંતુ હંમેશા જે રહ્યું કે Dharma is yours, karma is mine – that severed us very well ! કોઈ વિવાદ નહીં. એ જ વસ્તુ મારા છોકરાઓમાં મેં જોઈ. મારો દીકરો છે એ કર્મ સંભાળે અને પુત્રવધૂ ધર્મ સંભાળે. આ બધું કોણે શીખવાડ્યું છે એ ખબર નહીં પરંતુ બધું ફીટ થઈ ગયું છે !
ધર્મ આ દુનિયામાં બધા લોકોને જોડે છે અને એ બહુ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે. ધર્મ લોકોને ડીફાઈન કરે છે કે ‘હું હિન્દુ છું, મુસ્લીમ છું, શીખ છું’ વગેરે… ધર્મ અને સાયન્સ બંને સત્યની શોધમાં મુસાફરી ચાલુ જ રાખે છે. Dharma is looking for the truth inside and science is looking for the truth outside. સાયન્સ એમ કહે છે કે આ વસ્તુ શું છે ? એ કેમ ચાલે છે ? કેવી રીતે થઈ ? કોણે બનાવી ? કેમ બની ? So science is constantly searching for truth that how did this universe came about. That search in science continues. But when you find something in science, it applies to humanity. વિજ્ઞાનમાં જે પણ શોધ થાય એ ફટ દઈને બધાને ઉપયોગમાં આવી જાય ! કોઈકે કેન્સર પર કંઈક શોધ્યું તો દુનિયાના દરેક ખૂણામાં એની એપ્લીકેશન ઓટોમેટિક ફીટ થઈ જાય. જ્યારે ધર્મમાં શું છે કે તમને સત્ય મળે તો મોટેભાગે તમારી અંદર જ રહે છે. તેને મલ્ટીપ્લાય કરવું એ કોમ્પ્લિકેટેડ છે. ધર્મ બાઉન્ડ્રી પણ બનાવે છે. સાયન્સ બાઉન્ડ્રી નથી બનાવતું. Science has no boundaries. એની કોઈ રેખા જ નથી કે આ મારું કે તમારું. જ્યારે ધર્મમાં રેખા છે કે આ મારો ધર્મ અને આ તમારો ધર્મ. All of us came from Africa. My forefathers and your forefathers ultimately came from one little area in Africa. એ પછી કોઈ ગોરા થયા, કોઈ કાળા થયા, કોઈ લાંબા થયા, કોઈ ટૂંકા થયા… પણ મૂળ એક જ છે. Religion started defining us and dividing us. આજે વર્લ્ડમાં જે કોન્ફલિક્ટ છે એને માટે એમ કહીશ કે : It has lot to do with religion. In science, you have to have open mind, open heart, but you also need discipline. સાયન્સમાં એટલું બધું ડિસિપ્લિન જોઈએ કે ડિસિપ્લિન વગર તમને એ પ્રશ્નનો જવાબ ન મળી શકે. ઘણી વખત કોઈને જવાબ શોધતા પાંચ વર્ષ લાગે તો કોઈને પચાસ વર્ષ લાગે. ઘણા પ્રશ્નોનો જવાબ પાંચ હજાર વર્ષથી નથી મળ્યો. સર્ચ ચાલુ જ છે. Besides discipline, you need analysis. ઘણો બધો ડેટા હોય….. જેમકે ગ્રાફ્સ,ચાર્ટસ અને નમ્બર્સ…. એ બધું જોઈને તમારે વિચારવાનું છે કે આ શું પેટર્ન છે ? વધે છે, ઘટે છે, ઉપર છે કે નીચે છે ? એ એનાલિસિસ કરવાની અબિલિટી સાયન્સના સર્ચ માટે અને ટ્રુથ માટે બહુ ઈમ્પોર્ટન્ટ છે. ડિસિપ્લિન અને એનાલિસિસ પછી આવે છે ક્રિએટિવીટી. એનાલિસિસ કર્યા પછી નક્કી કરવું પડે કે આ પેટર્ન શું કહે છે ? But you have to be respectful for others opinion. કારણ કે સાયન્સમાં તો અનેક લોકોના ઓપિનિયન હોય
કોઈએ આમ કહ્યું હોય તો કોઈએ તેમ કહ્યું હોય. એટલે જો તમે બીજાના ઓપિનિયન પર આદર ન ધરાવતા હોવ તો તમને સત્ય નહીં મળે. રિલિજિયનમાં પણ… you have to be respectful for other religion. Do not try to change somebodies mind. Respect whatever they are saying. You also need to be ethical in science. Very ethical ! ‘આ એમનું શોધેલું છે, આ ડેટા એમનો છે, હું જે કહું છું એ સત્ય છે, પાંચ વર્ષ એક્પરીમૅન્ટ કર્યો પછી આવી વાત મેં શોધી…’ આમ સ્પષ્ટ રહેવું પડે. જો તમે એથિકલ ન હોવ તો આજ નહીં તો કાલે…. somebody will catch you. You also need global mind. જે પણ પ્રોબ્લેમ તમે શોધી રહ્યા છો એ આ જગ્યાનો નથી. તમે જે સોલ્યુશન લાવશો એ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે – It will be applicable everywhere.
You also need multile disciplinary mind. તમે એમ કહો કે હું ખાલી સાયન્ટીસ્ટ છું તો એનાથી કંઈ કામ ન થાય. You need to be scientist, humanitarian, psychologist, sociologist, economist. Because all modern work requires team work. Without teamwork, there is no search for truth any more. You also need some Gandhiyan values in science. You need sense of sacrifice. You need concern for truth and absolute truth. You need respect for others, love everybody and you need to focus on self-reliance. કારણ કે બધા પ્રશ્નોના જવાબ તમારે જ આપવાના છે. I see Gandhi everywhere. I see Gandhi in day-to-day life. I see Gandhi in science and I believe Gandhi is more relevant today in 21st century then ever before.
Indian science has given to the world a great deal. ઝીરો જો ન શોધાયો હોત તો સાયન્સ આગળ વધ્યું ન હોત. Mathematics, astronomy, physics – all of this things had great roots in India. જૂના શાસ્ત્રો અને ઈતિહાસ તથા જ્યોમેટ્રી વાંચો તો તમને ખ્યાલ આવે કે બધું એ લોકોએ શોધી કાઢેલું છે. અત્યારે બધું સિમ્પલ દેખાય છે પરંતુ એ લોકોએ ત્યારે બધું વિચારેલું. Indian science has not gotten recognition which it should have gotten in the world. We had the oldest universities in the world – ‘Nalanda and Takshashila’. હું તક્ષશિલા ગયો છું. અત્યારે પાકિસ્તાનમાં છે. હું ત્યાં જઈને એક જગ્યાએ ઊભો રહ્યો. આંખો બંધ કરીને વિચાર્યું કે 2700 વર્ષો પહેલા આ લોકો કેવા હશે ? કેવું બધું વિચાર્યું હશે ? ડોરમેટરી છે, ક્લાસરૂમ છે, ટીચર્સની કુટિર છે અને બધું જ છે. I want to go to Nalanda. પરંતુ હજી મોકો આવ્યો નથી. I want to go to Nalanda and stand there and see how you feel to be part of a soil that was really institution of learning in the world. દુનિયાથી ભાત-ભાતના લોકો નાલંદા અને તક્ષશિલા ભણવા આવતા. Then we lost lot of that science. Could not carry through. Moguls came, destroyed some of literature, burned books in Nalanda and then British came and started planting new knowledge. આપણું નૉલેજ પાછળ રહી ગયું અને નવું નૉલેજ આવતું ગયું. So I will talk little bit about new knowledge and new science. We are all benefiting from new science. આ ચશ્મા નવું સાયન્સ છે. આ માઈક નવું સાયન્સ છે. હેલિકોપ્ટરમાં આવવાનું થયું એ નવું સાયન્સ છે. બધું જ નવું સાયન્સ છે. ટેલિફોન નવું સાયન્સ છે. પચાસ કે સો વર્ષોમાં જે નવું સાયન્સ મળ્યું છે…It is unparalleled in the history of mankind
There are really three forces in the world that define new science. First is Gravity. ન્યુટને તે કહ્યું. ઍપલ નીચે પડ્યું અને વિચાર આવ્યો. Force of gravity was discovered. એ સત્ય જે locked-up થયેલું એ ન્યુટને ખોલી નાખ્યું. Force of gravity became reality and started mechanical engineering. એનાથી મિકેનિક્સ વગેરે બધું ફટાફટ ચાલુ થઈ ગયું. એ પછી બીજું આવ્યું ‘Tesla’. એ છે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એનાથી ઈલેક્ટ્રીસિટી શરૂ થઈ ગઈ, વાયરલેસ શરૂ થઈ ગયું, ટેલિકોમ શરૂ થયું ને એક આખી જુદી દુનિયા ઊભી થઈ ગઈ ! આ થયો બીજો ફોર્સ. Third force was nuclear force. એ આઈન્સ્ટાઈન કેવો માણસ હશે કે જેની પાસે ન લેબોરેટરી, ન ઈક્વિપમેન્ટ. પેપર અને પેન્સિલથી નક્કી કર્યું કે e=mc2. ફટાક દઈને આખી નવી દુનિયા ઊભી કરી દીધી ! વિચાર એ બહુ પાવરફૂલ વસ્તુ છે. હજી લોકો એક્પરીમેન્ટથી પૂરવાર કરવા કોશિશ કરે છે કે જે આઈન્સ્ટાઈને કહેલું એ સાચું છે કે ખોટું છે ? એ સત્યની કેવી શોધ હશે કે જે ફટાક લઈને છેક ઉપર પહોંચાડી દે કે આ સત્ય છે, વચ્ચે જે કંઈ છે એ તમે શોધી કાઢો. આ ત્રણ શક્તિએ દુનિયામાં નવું સાયન્સ ઊભું કર્યું છે. નવી ટેકનોલોજી ઊભી કરી છે. એનાથી દુનિયામાં દરેક જગ્યાએ, દરેક જણને ખૂબ જ ફાયદો થયો છે. ટેકનોલોજી-સાયન્સ આપણી જેમ જન્મ લે છે, પછી બધા એને નર્ચર કરે છે, પછી મેચ્યોર થાય છે, પછી એનો સોસાયટીમાં ઉપયોગ થાય છે. Some technologies die, science don’t die. Science lives for ever and ever and ever. Because that’s the very foundation. જેમ આપણી જિંદગી છે એમ ટેકનોલોજીની પણ જિંદગી છે. એમાં મોત આવે છે પણ સાયન્સની જિંદગીમાં મોત નથી આવતું. સાયન્સ વિકસતું રહે અને જોડાતું રહે છે. જેમ કે ચાલીસના દાયકામાં ટ્રાન્સ્ઝિસ્ટર શોધાયો… જેમાં એક બાજુથી કરંટ પસાર થાય અને બીજી બાજુથી ન થાય. માત્ર એ નાનકડી શોધે આખી દુનિયા બદલી નાખી. That transistor has changed the world completely. Computers, communication… you name it ! એ સિમ્પલ વસ્તુની આજુબાજુ બીજુ સાયન્સ ઊભું થતું ગયું. જેવું તે ઊભું થયું કે એની સાથે જોડાણો થયા અનેજેમ જોડાણો થતા ગયાં તેમ નવા પ્રોડક્ટ્સ ઊભા થયા અને એ પ્રોડક્ટ્સ આવ્યા એટલે નવી સર્વિસીસ ઊભી થઈ. એ સર્વિસીસ ઊભી થઈ એટલે નવા જોબ બન્યા, નવા બિઝનેસીસ બન્યા. નવા મિલિયેનરો બન્યા. એ આખી ઈકોસિસ્ટમ ઊભી થઈ. કહેવાનો અર્થ એ છે કે સાયન્સનું થોડું સત્ય બહાર પડે એનાથી કરોડો ને કરોડો લોકોની જિંદગી બદલાઈ જાય છે, આ વાત આપણે સમજતા નથી. એ સત્ય બહુ ઈમ્પોર્ટન્ટ છે. એ એક નાનું સત્ય…. that changes the destiny of humanity. Western influence after these three forces has increased. Western science is dominating everywhere. આપણું સાયન્સ હવે કશું છે જ નહિ. એ સાયન્સની ઈકોસિસ્ટમ એટલી વધતી ગઈ કે… આપણી પાસે એ ટુલ્સ નથી, ઈન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા. But it is good that science is global. સાયન્સમાં મારું-તમારું જેવું કંઈ છે નહીં. If science is good, it is good for everybody.
સાયન્સના લીધે લાઈફ-સ્ટાઈલમાં જે ઈમ્પેક્ટ પડે છે એ બહુ વિચારવાની વસ્તુ છે. તમે ફક્ત ઈમેજ પ્રોસેસિંગનું જ ઉદાહરણ લો. પહેલા શું હતું કે આ બાપુ આમ અહીં બેઠા છે તો પેઈન્ટર આવીને એમનું પેઈન્ટ કરી જાય. એ પછી આવી ફોટોગ્રાફી. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ ફોટોગ્રાફીનો જે વિચાર હતો એમાંથી કેમેરો બનાવતા 118 વર્ષ થયા હતાં. એક વિચારમાંથી પ્રોડકટ બનાવતા આટલા વર્ષ થયા. કેમેરો આવ્યો એટલે પેઈન્ટિંગવાળાઓનો જોબ બદલાઈ ગયો ! એ પછી બ્લૅક-ઍન્ડ-વ્હાઈટમાંથી કલર પ્રિન્ટ થઈ. એ પછી પોલારોઈડ કેમેરો આવ્યો એટલે કે ઈન્સ્ટન્ટ ફોટોગ્રાફી. હવે તો ડિજિટલ કેમેરા, થ્રી-ડાયમેન્શન ફિગર્સ. Pictures can be immediately sent out right now. ફોટો ન તમારે ડેવલપ કરવો પડે, ન એનવેલપમાં મુકવો પડે કે ન તો પોસ્ટ કરવો પડે. આજે અત્યારે અહીં આ વાત ચાલી રહી છે તે અમેરિકામાં ચોક્કસ કોઈ જોઈ રહ્યું હશે. એટલું લાઈવ થઈ ગયું બધું ! ઘણી વખત મારો દીકરો મને વાત કરે કે ‘ડેડ, તમે પૂનામાં કેમ છો ?’ તો હું એને પૂછું કે ‘કેમ, તને કેવી રીતે ખબર પડી ?’ એટલે એ કહે કે ગૂગલ પર આવ્યું છે કે….. sam pitroda said something in pune. કહેવાનો અર્થ એ છે કે : Today local events have become international. Local images have become international images. પહેલાં તો અહીંનો ફોટો ફક્ત આપણે જ જોઈ શક્તા. પછી એ ફોટો પાડીને કોઈને મોકલીએ તો એ જોઈ શકે. અત્યારે તો બધું જ ઈન્સ્ટન્ટ. Look at the transformation of technology in Image processing. હવે તો ઈમેજ-ફેક પણ કરી શકાય. મારું મોઢું કાપીને કોઈ બીજાનું મૂકી દો તો લોકોને એમ લાગે કે કોઈ બીજું બોલી રહ્યું હતું. Image processing is the classical example of how things have changed. But in this western dominance of technology, western lifestyle is also dominating. એ થોડું વિચારવાનું છે.
અત્યારે દુનિયામાં શું છે કે… Everybody wants to copy America. American economy is based on consumption. More shirts, more cars, more shoes, more ties… more, more more… everything more. If you are smart, you have to be rich. You can’t be poor and smart. એવું છે ! બધા પૂછે છે કે કેટલું મોટું ઘર છે અને કેટલી કાર છે ? પછી એ જજમેન્ટ બાંધી લે કે તમે ક્યાં છો સ્માટનેસમાં ! The world is trying to copy American model of development which is not scalable, sustainable, desirable and workable for a country like India. ચાઈનાને અમેરિકન મૉડલ જોઈએ છે, યુરોપ તો અમેરિકન મૉડલ છે જ. We need to create a new model of development. Nobody else is going to do it. Only Indian thoughts and Indian ethos can create a new model of development. So how do we take modern science and create new way of life ? Then again you go to Gandhi – simplicity, sense of sacrifice, concern and love for others and self esteem. મેં જોયું કે ભારતમાં બધાનો self-esteem is very fragile. Everybody is ready to be heart. આ દેશમાં બધાને ખોટું બહુ લાગી જાય છે ! As a result of fragile self-esteem, we can not form teams. કારણ કે ટીમમાં એકબીજાનું માન રાખવાનું હોય. તમે બોસ હોવ એટલે તમને બધું જ દરેક વસ્તુમાં દરરોજ આવડે એ વાત વાજબી નથી. કોઈકે બોસને કહેવું પડે કે : Look, you do not make sense today. એ ઈન્ડિયામાં બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. બોસને ખરાબ લાગી જાય, બોસની વાઈફનેય ખરાબ લાગી જાય ! Gandhi had best self-esteem. You could not hurt him. No one could insult Gandhi. Responsibility is something nobody gives you, you take. એવી જ રીતે, Nobody can hurt, you get hurt. If you decide, nobody can hurt yourself. We get hurt because we don’t have enough. કોઈ રોલ્સરોય લઈને આવે તો આપણને એમ લાગે કે આ માણસ તો મહાન છે ! આપણી પાસે તો નાનો ખટારો છે ! મટીરિયલ સાથે જે એટેચમેન્ટ છે… That has come from west. It is not Indian. But we are all locked in it. ન્યુઝપેપરના પહેલા પાને આવે કે દશ બિલિયોનર ! એટલે લોકો કહેશે કે આ તો કહેવું પડે ! જબરું છે ! They become heroes of tomorrow. Heroes of tomorrow or today are judged based on their wealth and not their character. But that’s the world we have created ! So how do we really take the modern science and create new world ? And don’t take with modern science, the modern world. એ મોટી ચેલેન્જ છે. મને આમાં કંઈ ઝાઝી સમજ નથી પડતી પણ મેં શું કર્યું એની વાત મને કહેવા દો. I decided to do my own thing in India.
હું અહીંથી અમેરિકા ગયો. ત્યાં નાનો ધંધો શરૂ કર્યો. પૈસા તો કોઈ દિવસ હતા નહીં ! $40 લઈને અમેરિકા ગયેલા. પછી, પેરેન્ટ્સ, ભાઈઓ, બહેનો બધા જ આવ્યા. That was Indian responsibility, nobody told you to do it. કોઈએ એવું કહ્યું નહીં કે આ તમારી જવાબદારી છે પણ સમજી લીધું કે આ જવાબદારી છે જ ને, એમાં શું મોટી વાત છે ? Put everybody through collage. Had no money. All of a sudden make some money by selling a company. એટલે એમ થયું કે ઈન્ડિયા ફરવા જઈએ. પહેલી વખત હું દિલ્હી આવ્યો. દિલ્હીમાં તો કોઈ ઓળખે નહીં. ટેક્સી કરીને સારામાં સારી તાજ હોટલમાં રોકાયો. ત્યાં પહોંચીને પત્નીને ફોન કરવાનું વિચાર્યું જેથી ખબર આપી શકાય કે બરાબર પહોંચી ગયો છું. પણ ફોન જ ન ચાલે ! બે-ચાર વખત પ્રયત્ન કર્યો પરંતુ પછી તો કંટાળ્યો કે આ તો ગજબ છે ! એ વખતે મનમાં ઠાની લીધું કે આ વસ્તુ ફિક્સ કરી દેવાની છે. આ કરવાનું જ છે એવું મગજમાં ફીટ થઈ ગયું અને તે પણ સમજ્યા વગર ! જો સમજ્યા હોત તો શરૂ જ ન કરત. અજ્ઞાનતા બહુ મહાન વસ્તુ છે ! મેં જોયું કે ક્યાંય ફોન નથી ચાલતા. બધા મોટા કાળા ડબ્બા છે અને લોકો બેઠા-બેઠા ચકરડા ફેરવ્યા કરે છે, પણ થતું કંઈ નથી ! હું જ્યારે પાછો દિલ્હી ગયો ત્યારે પત્ની અનુને કહ્યું કે મારે હવેના 10 વર્ષ શું કરવાનું છે તે મને મળી ગયું છે. એણે પૂછ્યું કે કેવી રીતે કરશો ? તો મેં કહ્યું : No idea ! એ પછી દર બે-ત્રણ અઠવાડિયે હું દિલ્હી આવતો. ન તો કોઈ ઓળખે, ન તો કોઈ જાણે. કોઈએ એમ કહ્યું કે તમે મિસિસ ગાંધીને મળો. પણ મળવું કેવી રીતે ? મારા ફાધર-ઈન-લૉ હરિભાઈ છાયા જે કચ્છમાં કલેકટર હતા એમણે કહ્યું કે દેવગઢના મહારાજા જયદિપસિંહ છે એમને મળો. એ ખરેખર ગ્રેટ માણસ. હું એમને ત્યાં ગયો ને એમણે કહ્યું કે ઠીક છે, કંઈક સગવડ કરીશ. એમણે પ્રયત્ન કર્યો. દશ મિનિટની મિટિંગ ગોઠવી મિસિસ ગાંધી સાથે એટલે મેં કહ્યું કે મારે દસ મિનિટ નથી મળવું. જો તેઓ એક કલાક આપે તો જ મને મળવામાં રસ છે. આઠ મહિના પછી મને એક કલાક મિસિસ ગાંધીએ આપ્યો. હુ ત્યાં ગયો. રાહુલ હતો અને બધા જ હતા ને આખી કેબિનેટ હતી. મેં પ્રેઝન્ટેશન આપ્યું. મેં મિસિસ ગાંધીને ત્યારે કહ્યું કે ટેલિકોમ આ દેશનો નકશો બદલી શકશે. ટેલિકોમ આપણે કરી શકીએ કારણ કે આપણા યંગ લોકો છે એ બહુ ટેલન્ટેડ છે. કોઈની મદદની જરૂર નથી. પરદેશની ટેકનોલોજીની પણ જરૂર નથી. I will help. એટલે પછી બધા લોકો ત્યાં કહે કે આ માણસને શું જોઈએ છે ? દેખાય છે તો ભૂત જેવો ! બધા મને પૂછવા માંડ્યા કે તમારે શું જોઈએ છે ? મેં કહ્યું મારે કશું નથી જોઈતું એટલે They were puzzled. એમને લાગ્યું કે આમાં કંઈક કેચ છે. એક દિવસ રાજીવે એક મિનિસ્ટર સંજીવ રેડ્ડીને કહ્યું કે તું પૂછ તો ખરો કે આ માણસને શું જોઈએ છે ? એમણે મને પૂછ્યું એટલે મેં કહ્યું : I don’t want salary, I don’t want title, I don’t want to become head of the department. I just want to get it done. And to get it done, you do not need anybody. એ પછી એક સેન્ટર ઊભું થયું, 400 છોકરાઓને નોકરીએ લીધા, કામ શરૂ કર્યું. રૂરલ ટેલિફોન શરૂ થયા. એસ.ટી.ડી-પી.સી.ઓ. શરૂ થયા. એમ કરતાં કરતાં We trained thousand and thousands of young engineers. અત્યારે સોફટવેરમાં જેટલી ટેલન્ટ છે…. It all came from those days. અત્યારે આપણી પાસે 800 મિલિયન ફોન છે. We are nation of a connected billion and therefore we need to think differently. કેટલી મહાન વસ્તુ આ દેશમાં થઈ ગઈ છે પણ લોકોને કંઈ સમજ પડતી નથી. પાંચ હજાર વર્ષથી આપણે unconnected હતા. અચાનક દશ જ વર્ષમાં ‘nation of connected billion’ થઈ ગયા. એનો અર્થ શું ? હવે આનું શું કરવાનું ? બસ, આમ કનેકટેડ બેસી રહેવાનું ?
એ પછી મને હાર્ટએટેક આવ્યો, બાયપાસ થઈ. એ દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ. મારી પાસે જે પૈસા હતા એ બધા ખલાસ થઈ ગયા. વપરાઈ ગયા. બે બાળકો કૉલેજ જવા તૈયાર હતા પણ એમના ટ્યુશનના મારી પાસે પૈસા નહોતા. એટલે હું પાછો અમેરિકા ગયો. પરંતુ મેં તો અમેરિકન નાગરિકત્વ પાછું આપી દીધું હતું અને હું ભારતીય નાગરિક બની ગયો હતો. એટલે મારી પાસે વિઝા નહોતા. તેથી હું ટુરિસ્ટ વિઝા પર ગયો. પણ એમાં તો નોકરી ન થઈ શકે. એટલે પછી નાનો એવો ધંધો શરૂ કર્યો. Rebuild my life. પણ એ વખતે મારી ઉંમર 54 વર્ષની થઈ હતી. હવે 22 વર્ષ જેવી જુવાની નહોતી. પછી બાળકોને કોલેજ ભણાવ્યા. ત્યારબાદ મને વિચાર આવ્યો કે What is next big thing in India ? I realized that the next big thing in India is knowledge. We need to focus on knowledge if we need to grow 8 to 10% and if do not grow by 8 to 10%, we cannot reduce poverty. At the end of the day what matters in India is disparity. Disparity between reach and poor, urban-rural, educated-uneducated. What matters in India is 550 million youngsters, below age of 25. What do we do for that ? Jobs, employment, infrastructure, training. How do we use technology to really help them? રાજીવ વખતે અમે નક્કી કરેલું કે વેકસિન ભારતમાં બનાવવા જોઈએ. એ વખતે પોલિયો બહુ મોટી સમસ્યા હતી. આજે પ્રથમ વાર આપણે એમ કહીએ શકીએ છીએ…. We can say, we are a country without polio. એ કામ કરતાં 25 વર્ષ થયાં. હજારો લોકોએ એમાં કામ કર્યું પરંતુ આ બધું લોકોને સમજ નથી પડતી. પુષ્ક્ળ કામ કર્યું. અમને કોઈ પબ્લિસિટી નહોતી જોઈતી પણ જો થોડોક પણ વિવાદ થાય તો એ અખબારોની હેડલાઈન બની જાય છે. હું તમને એક દાખલો આપું. એક વખત (1987-88) કલકત્તામાં આઈ.આઈ.એમ. ખાતે હું કોનવોકેશન સ્પીચ આપી રહ્યો હતો. ગાંધીજયંતિનો સમય હતો. મારા મગજમાં ગાંધીવિચાર ચાલી રહ્યા હતા. મેં એવું કહ્યું કે : Gandhi Belongs to everybody. Gandhi is a phenomena. Gandhi is a concept. As far as I am concern, you can drink scotch, virgin and still be Gandhiyan. કહી દીધું ભૂલથી ! બીજે દિવસે અખબારની હેડલાઈન બની : Pitroda says Gandhi drinks scotch and virgin. આપણા ન્યુઝપેપરનું આવું છે ! પછી બધા ગાંધીવાદીઓ કલકત્તામાં ભેગા થયા. પ્રાઈમમિનિસ્ટરને અરજી કરી. તેઓએ મને કહ્યું પરંતુ મેં કહ્યું કે હું કંઈ માફી માગવાનો નથી. I still believe that. If you do not agree, then it is ok. Let me say something which I want to say. આપણે ત્યાં વિવાદ મોટા ન્યુઝ થઈ જાય છે. કામ સારું થાય તો કોઈ ધ્યાન નથી આપતું.
નૉલેજ કમિશનમાં પાંચ વર્ષ એજ્યુકેશન, સાયન્સ, ઈનોવેશન, લાઈબ્રેરીઝ, લેન્ગ્વેજીસ, ટ્રાન્સલેશન્સ, એપ્લીકેશનન્સ પર અમે ધ્યાન આપ્યું. જેવું આ કામ પત્યું કે અમે વિચાર્યું કે આપણે નોલેજ નેટવર્ક ઊભું કરવું જોઈએ. અત્યારે આપણા દેશમાં 1500 નોડ, 40 GB Bandwidth થી ફાઈબર ઓપ્ટિક્સથી જોડીએ છીએ કે જે આપણી યુનિવર્સિટી, કૉલેજ, લેબોરેટરી બધી એકબીજા સાથે કનેકટ થાય. So that people begin to collaborate and exchange data. એ નેટવર્ક 15,000 કરોડમાં તૈયાર થઈ ગયું છે ને અત્યારે ચાલી રહ્યું છે. But nobody knows how to use it. Then I am focused on building public information infrastructure. પંચાયતને ઓપ્ટીક ફાઈબરથી જોડી દો તો પંચાયતમાં એજ્યુકેશન, હેલ્થ, ફાઈનાન્સિયલ સર્વિસિસનો નકશો બદલાઈ જાય. હું તમને એક દાખલો આપું. અત્યારે આપણે જ્યારે સ્કૂલની વાત કરીએ છીએ એટલે આપમેળે મગજમાં ટીચર, ડસ્ટર, બ્લેકબોર્ડ, ચોક, ટેક્સબુક, એક્ઝામ, સર્ટિફિકેટ – આ બધું ફીટ થઈ જાય છે. હવે છોકરાઓ એવી રીતે શીખતા જ નથી. એ લોકો કમ્પ્યુટર પર આમતેમ જોઈ લે છે અને શીખી જાય છે. આપણને એમ કહેતા કે ફોકસ કરો-ધ્યાન આપો અને શીખો. અત્યારના છોકરાઓ મ્યુઝીક સાંભળે છે, એસ.એમ.એસ કરે છે, લેસન પણ કરે છે અને ગપ્પાં પણ મારતાં હોય છે. બધું સાથે કરે છે અને બરાબર કરે છે ! માતાપિતાને એમ લાગે કે આ બધું ખોટું છે. પેરેન્ટ્સની દુનિયા જુદી છે. એટલે હું દરેક બાળકોને કહું કે બે શિખામણ તમારે મારી પાસેથી લેવાની. એક તો પેરેન્ટ્સનું નહીં સાંભળવાનું અને બીજું ટીચરનું નહીં સાંભળવાનું. કારણ કે બિચારા બંનેને કંઈ ખબર જ નથી ! તમારી દુનિયા બહુ જુદી થવાની છે. Your world is going to be very different. કારણ કે એ લોકો તમને શિખામણ આપે છે તે એ લોકોની દુનિયા પ્રમાણે. એ દુનિયા તો પૂરી થઈ ગઈ ! ત્યારે કમ્પ્યૂટર, એસ.એમ.એસ કશું નહોતું. એ લોકોને કશી ખબર નહોતી. They don’t know how to extrapolate. આજે જો ટીચર અંગે વિચારીએ તો : Teacher does not need to create content now or to deliver content. I do not need teacher to create content or to deliver content. Then why do I need teacher ? I need teacher as a mentor. આ બાપુની જેમ બસ હાજર રહે. That’s more than enough. આપણા બધા ગુરુ એવા જ હતા કે જેઓ એમ કહેતા કે તમે જે કરતા હોવ તે કર્યા કરો, જરૂર પડે તો હું અહીં બેઠો છું. All our teacher need to be changed to mentor. હવે એ કેવી રીતે કરવું ? Because to be a mentor, you need to be calm, comfortable, secured. આ શિક્ષક તો ઘરે ઝઘડતા હોય, છોકરાઓને શું શીખવાડે ? કહેવાનો અર્થ એ છે કે : Technology is changing every role. અને આ બધું લોકો નથી સમજતા. Technology is going to change all our teachers in next 10 years. And if they do not change, they will be out of business. If I have to build a university today, it will not look like a Cambridge, Harvard, Delhi University or IIT. It may be totally different. There may not be any buildings. No classrooms. No teachers. બસ, છોકરાઓ ખુલ્લામાં આમતેમ બેઠા હોય, કોઈ રમતું હોય, કોઈ કોફી પીતું હોય અને દરેકને ખબર હોય કે ગુરુ બેઠા છે. કંઈ તકલીફ હોય તો જવાનું અન્યથા પોતાનું કર્યા કરવાનું. Learn from the environment. Knowledge is everywhere. So most of my time going on building public information infrastructure, knowledge network. અને આ બંને હોય પણ જો મગજ ના બદલાય તો કંઈ ન બદલાય ! ઈન્ડિયામાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે, We are all locked-up in our brain. જાણે કે બસ આમ જ થાય, બીજી રીતે થાય જ નહીં ! I find it everywhere. Especially in Government, no body wants to change. સ્કૂલમાં એડમિશન લેવું હોય તો આટલા બધા ફોર્મની શું જરૂર છે ? હમણાં ગઈકાલે જ મારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટીના ચેરમેનનો ઈન્ટરવ્યૂ હતો. હું કેબિનેટ સેક્રેટરી અને પ્રાઈમ મિનિસ્ટરનો સેક્રેટરી. એ બધા પણ 50-60 વર્ષના અને એ લોકોના સર્ટિફિકેટોની ફાઈલમાં હાઈસ્કૂલનું પણ સર્ટિફિકેટ હતું ! મને બહુ નવાઈ લાગી. છેક આ લેવલ પર એના હાઈસ્કૂલના સર્ટિફિકેટને જોઈને શું કામ છે ? પણ ફોર્મમાં એવું ફરજિયાત લખવામાં આવેલું કે હાઈસ્કૂલના સર્ટિફિકેટની ઓરિજિનલ કોપી મૂકો ! ધન્ય છે આ લોકોને ! હું જ્યારે અમેરિકાથી આવું ત્યારે એરલાઈનમાં એક ફોર્મ ભરવું પડે છે. રોજ લાખો લોકો એવા ફોર્મ ભરે છે, મને એ નથી સમજાતું કે કોણ એ બધા ફોર્મ વાંચે છે ? પણ તોય ફોર્મ ભરવું પડે છે કારણ કે મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે આ જે કરીએ છીએ એ બસ કર્યે રાખો, જો કંઈક બીજું કરીશું તો મુસીબતમાં મુકાઈ જઈશું ! Technology today says, everything is obsolete. Education is obsolete, health service is obsolete, governance is obsolete, certificates don’t mean anything. પણ આ બધું લોકોને કેવી રીતે સમજાવવું ? દુનિયા નવી બદલાઈ રહી છે અને જો તમે નહીં બદલાઓ તો મુસીબત થશે – તમને તો નહીં, પરંતુ તમારા બાળકોને થશે.
નવું ઈન્ડિયા જો બનાવવું હોય તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. આ સાયન્સનો લાભ લેવાનો છે. લોકો વિચારી રહ્યા છે કે લાઈફમાં હવે નવો પેટર્ન જોઈએ છે. ઘણા લોકો આપણે ત્યાં વિચારે છે કે આ જે જિંદગી જીવીએ છીએ કે ખૂબ પૈસા, ખૂબ કાર, મોટા ઘર… એ બધાથી ક્યારેક થોડો પ્રોબ્લેમ થવાનો છે. I think we need moraribapus of the world to tell world that life has to be simple. You do not have to be religious. If you want, it’s ok. Life has to be simple; it has to be lived for others. The joy for living for others is much bigger than the joy living for yourself. પોતા માટે જીવવું એ તો બહુ સહેલી વસ્તુ છે. દાખલા તરીકે હું શૉપિંગમાં ક્યારેય નથી જતો. પત્ની જુએ કે મોજા ફાટી ગયા છે અને એ લઈ આવે તો હું પહેરું. સેક્રેટરી લન્ચ આપે તો હું જમી લઉં. ન આપે તો ન જમું. જરૂરિયાતો ઓછામાં ઓછી સારી. કારણ કે જરૂરિયાતો વધારવાથીપછી એનો કોઈ અંત નથી. Science gives opportunity to acquire lot of material but religion gives you a thought to say hold on. Hold your horses. આ બંનેને ભેગા કરવાની જરૂર છે.હવે હું પૂરું કરું એ પહેલાં મને થોડું એ કહેવા દો કે ભવિષ્ય કેવું થવાનું છે….. જુઓ, તમને થોડા દાખલા આપું. I believe, everything we do today is basically completely obsolete. સાયન્ટીસ્ટ અત્યારે એવા બધા વિચારો કરી રહ્યાં છે કે that will change the world in 50 years. It will change in a manner that even I don’t understand. મારો એક મિત્ર છે. એ પૂછે છે કે આગિયો જે હોય છે એ આટલી બધી એનર્જી ક્યાંથી લાવે છે કે આખી રાત બળ્યા જ કરે છે ? If I break that code, I want to inject it in the tree. રાત થાય ને બધા ઝાડ ચમકવા માંડે. એટલે ઈલેક્ટ્રીસીટીનો કન્સેપ્ટ બદલાઈ જશે. જુઓ, કેવો સિમ્પલ આઈડિયા છે ! બીજો એક મિત્ર છે એ એવું કહે છે કે બાળકો જન્મે ત્યારે તેમને એવું કંઈક બનાવીને બે ટીપાં આપી દઈએ કે એમના પેટમાં એક નવી જાતની પ્રોસેસ શરૂ થઈ જાય કે તે જે પણ ખાય એનાથી પ્રોટીન બને એટલે આ દુનિયામાંથી ભૂખ મટી જાય ! બીજો એક જણ એમ કહે છે કે આ બધી રિફાઈનરી જમીનની ઉપર કરો છો તો જમીનની નીચે જ કરો ને ભાઈ ! ઓઈલ બહાર કાઢવું અને પછી રિફાઈન કરવું એના કરતાં રિફાઈન થયેલું જ ઓઈલ ઉપર આવે એવું કંઈક કરો. એક મારા મિત્ર છે ડૉ. ચક્રવર્તી. એ 75 વર્ષનાં છે. શિકાગોમાં મારા ઘરની પાસે જ રહે છે. એ એક વખત મને કહે કે ‘આ કેન્સર રિસર્ચ પર બધા લાગ્યા છે એ બધા જ ખોટા રસ્તે છે.’ એમનું આ સ્ટેટમેન્ટ તો બહુ મોટું કહી શકાય. મેં પૂછ્યું કેવી રીતે ? તો એમણે કહ્યું કે ‘આ કેન્સરવાળા બધા સેલ પર રિસર્ચ કરે છે કે સેલને મારી નાખો, બાળી નાખો… પરંતુ મારું માનવું એવું છે કે The only people who have interest in our survival is bacteria. આપણા પહેલા બેક્ટેરિયા આવેલા. આપણા પેરેન્ટ્સ કરતાં આપણાં બેક્ટેરિયાને વધારે રસ છે કે આપણે વધારે જીવીએ ! કરોડો બેકટેરિયા શરીરમાં ઘર માંડીને બેસી ગયા છે અને મજા કરે છે ! એમણે કહ્યું કે બેકેટેરિયાની જો મદદ લઈએ તો they will solve the cancer problem. આ સાત વર્ષ પહેલાંની વાત છે. આ ભાઈએ નવો રસ્તો પકડ્યો. રિસર્ચ કર્યું. એમણે બેકટેરિયાનો આધાર લઈને બે દવા શોધી જે કેન્સરને દૂર કરી શકે. તમે જુઓ કે આ વિચાર કેટલા પાવરફૂલ છે. એક બીજો સાયન્ટીસ્ટ છે એમણે કહ્યું કે આ આખી દુનિયામાં ચિકન જે કપાય છે એના પીંછાંઓ ગોઠવવામાં આવે તો બે મોટા ડુંગર થાય. તો શા માટે પીંછા વગરનું જ ચિકન ડિઝાઈન ન કરવું ? અને એણે કર્યું. એક નવું પક્ષી બન્યું. સાયન્સ અત્યારે બાયોટેક, નેનોટેક એવી-એવી વસ્તુ ઊભી કરી રહી છે કે જેનાથી દુનિયા એકદમ બદલાઈ જશે. ફૂડ, ટ્રાન્સ્પોર્ટેશન, ઈલેક્ટ્રીસિટી બદલાઈ જશે. એવરેજ બાળક ગેરેંટીથી 125 વર્ષ જીવશે એવી શોધો ચાલી રહી છે. અમે જ્યારે ભણતાં ત્યારે તો 60 વર્ષ ઉંમર બહુ ગણાતી. 20 વર્ષ ભણો, 20 વર્ષ પરણો અને 20 વર્ષ પૌત્ર-પૌત્રીઓ સાથે વાતો કરો, ઉધરસ ખાઓ અને બેસી રહો ! પણ દુનિયા બદલાઈ ગઈ. હું મારો જ દાખલો આપું. મને 1990માં સૌથી પહેલો હાર્ટએટેક આવ્યો. એ પછી બાયપાસ થયું, ચાર stents મૂક્યાં. એ પછી 2000ની સાલમાં મને કેન્સર થયું. 2005માં મારી પર ફરી બાયપાસ થઈ. હું ઉપરથી નીચે આખો કપાયેલો છું ! 70 વર્ષનો છું. Look at the power of science. સાયન્સની શોધ એટલી આગળ વધતી જાય છે કે it will have tremendous effect of the world we create. આ માટે માણસ work-centric હોવો જોઈએ. અમુક માણસો ધર્મ વાળા હોવા જોઈએ અને અમુક માણસો કર્મવાળા હોવા જોઈએ. ધર્મથી બધા પ્રશ્નો દૂર નથી થવાના, એ રીતે માત્ર કર્મથી પણ બધા પ્રશ્નો દૂર નથી થવાના. Proper integration of dharma and karma will solve the problem. That we need to really understand, promote and work. આ બંને ટ્રેક બરાબર બેલેન્સ કરવાના છે. આ બંને ટ્રેકમાં સર્વસામાન્ય વસ્તુ ‘સત્ય’ છે. It is the search for truth inside and outside that really matters. I hope I have talked little bit of a sense. જો કંઈ આડુઅવળું બોલાઈ ગયું હોય તો માફી માગું છું.The new world we create in the 21st century will have to keep in focus India, Indian thought, Indian model. It is up to all of us to evolve that model. Model in which everybody has a role to play – Hindu, Muslim, christen, young, old, poor, rich, intelligent, not-so-intelligent, man, women. It will create world for everybody where everyone will be happy and has own journey which is worth enjoyed. With this, bapu … thank you again. Thanks
આલેખન :સાભાર- મૃગેશ શાહ.   બી.કે.રાજપુત.શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા .તા-સિદ્ગપુર.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો